IPLની 18મી સિઝનની 34મી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મુકાબલો થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 18 એપ્રિલે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિઝનમાં RCB અને PBKS બંને નવા કેપ્ટનો હેઠળ રમી રહી છે, જેમાં તેમનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું સારું રહ્યું છે. RCB ટીમ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે છે, જ્યારે PBKSના પણ 8 પોઈન્ટ છે અને તે ચોથા નંબરે છે. આવી સ્થિતિમાં, બધાની નજર આ મેચમાં કઈ ટીમ દબદબો તેના પર છે.

