
BIએ આજે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી છે. રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે. આ સાથે હવે રેપો રેટ 5.50% થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ 25 બેસિસ પોઇન્ટ અને તેના પછી એપ્રિલમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ રેપો રેટ 6.00% એ આવી ગયો હતો.
દેશમાં માંગ ધીમે ધીમે ઘટી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 4% થી નીચે રહ્યો છે. જોકે આરબીઆઈ દ્વારા નવી જાહેરાતને પગલે છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો છે અને આ સાથે લોકોને હવે મોટી રાહત મળશે કેમ કે તેમના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે.
છેલ્લા છ મહિનામાં RBI દ્વારા રેપો રેટમાં આ સતત ત્રીજીવાર ઘટાડો છે. અગાઉ, આ વર્ષે ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં ફરીથી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો.
કેન્દ્રીય બેંકના આ નિર્ણય પછી, કાર અને હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે. રેપો રેટમાં ઘટાડો કરતી વખતે, RBI એ કહ્યું કે આ પગલું દેશના રોકાણકારોને પૂરતી તક પૂરી પાડશે. વૈશ્વિક વિકાસની ધીમી ગતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત બનશે. ઉપરાંત, સ્થાનિક માંગ વધુ મજબૂત થશે.
અર્થતંત્રમાં વૃદ્ધિની અપેક્ષા
RBI દ્વારા ત્રીજી વખત રેપો રેટ ઘટાડવાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ પરના ટેરિફ દરમાં 50 ટકાનો વધારો કર્યો છે. ભારત આ બંને ઉત્પાદનોનો મોટો નિકાસકાર રહ્યો છે. આવી સ્થિતિમાં, આ ભારત માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
મોંઘવારીમાં રાહત મળશે!
રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50% ના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં SDF દર 5.75% થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે, જ્યારે MSF દર પણ 6.25% થી ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને 3.7% પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે 4 ટકા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે, RBI ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો (CRR) ને 100 બેસિસ પોઈન્ટ ઘટાડીને 4 ટકાથી 3 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
હોમ લોનની વિગતો : જો હોમ લોનની વાત કરીએ, તો ધારો કે:
-
હોમ લોનની રકમ: 25,00,000 રૂપિયા
-
લોનની મુદત: 20 વર્ષ
-
વ્યાજ દર: 8%
-
વર્તમાન EMI: 20,911 રૂપિયા (માસિક)
-
હોમ લોનની રકમ: 25,00,000 રૂપિયા
-
મુદત: 20 વર્ષ
-
નવો વ્યાજ દર: 7.5% (વાર્ષિક)
-
નવી EMI: આશરે 20,140 રૂપિયા (માસિક)
પરિમાણ
|
8% વ્યાજ દર (વર્તમાન)
|
7.5% વ્યાજ દર (નવું)
|
બચત/ફેરફાર
|
---|---|---|---|
લોનની રકમ : 25 લાખ,
મુદત: 20 વર્ષ
|
|
|
|
માસિક EMI
|
₹20,911
|
₹20,140
|
₹771
|
કુલ વ્યાજ
|
₹25,18,640
|
₹23,33,600
|
₹1,85,040
|
કુલ ચૂકવણી
|
₹50,18,640
|
₹48,33,600
|
₹1,85,040
|
-
ઓટો લોનની રકમ: 8,00,000 રૂપિયા
-
લોનની મુદત: 7 વર્ષ
-
વર્તમાન વ્યાજ દર: 9.10%
-
વર્તમાન EMI: 12,897 રૂપિયા (માસિક)
-
ઓટો લોનની રકમ: 8,00,000 રૂપિયા
-
મુદત: 7 વર્ષ
-
નવો વ્યાજ દર: 8.60% (વાર્ષિક)
-
નવી EMI: 12,642 રૂપિયા (માસિક)
પરિમાણ
|
9.10% વ્યાજ દર
|
8.60% વ્યાજ દર
|
બચત/ફેરફાર
|
---|---|---|---|
લોનની રકમ: 8 લાખ,
મુદત: 7 વર્ષ
|
|
|
|
માસિક EMI
|
₹12,897
|
₹12,642
|
₹255
|
કુલ વ્યાજ
|
₹2,83,348
|
₹2,61,928
|
₹21,420
|
કુલ ચૂકવણી
|
₹10,83,348
|
₹10,61,928
|
₹21,420
|