Home / Business : Know how much interest the government has deposited in your PF account in advance

જાણો, સરકારે તમારા PF ખાતામાં કેટલી વ્યાજ રકમ અગાઉથી જમા કરાવી; કેવી રીતે ચેક કરશો બેલેન્સ?

જાણો, સરકારે તમારા PF ખાતામાં કેટલી વ્યાજ રકમ અગાઉથી જમા કરાવી; કેવી રીતે ચેક કરશો બેલેન્સ?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દેશભરના પગારદાર કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે 96.51 ટકા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાઓમાં નિર્ધારિત સમય પહેલાં 8.25% વ્યાજ દર જમા કરાવી દીધો છે. સરકારે 22 મે 2025ના રોજ ચાલુ નાણાકીય વર્ષ માટે 8.25% વ્યાજ દર નક્કી કર્યો હતો. વ્યાજ જમા કરાવવાની પ્રક્રિયા પહેલાની સરખામણીમાં ઝડપી બની છે. જ્યારે અગાઉના વર્ષોમાં ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે PF વ્યાજ ખાતામાં જમા કરાવવામાં આવતું હતું. બીજી તરફ આ વખતે આ પ્રક્રિયા જૂનમાં જ શરૂ થઈ ગઈ હતી.

કરોડો કર્મચારીઓને મળશે લાભ

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અઠવાડિયાના અંત સુધીમાં બાકીની રકમ જમા કરાવવાનું કામ પૂર્ણ કરશે, જેનો લાભ દેશભરના કરોડો કર્મચારીઓને મળશે. એનો અર્થ એ છે કે, જો તમે કાર્યકારી વ્યાવસાયિક છો અને તમારી પાસે PF ખાતું છે, તો તમારા છેલ્લા વ્યાજના હપ્તા પહેલાથી જ જમા થઈ ગયા હશે અથવા ટૂંક સમયમાં જમા જઈ જશે.

તેમણે જણાવ્યું કે, આ વર્ષે નાણાકીય વર્ષ 2025 માટે 33.56 કરોડ ખાતાઓ ધરાવતી 13.88 લાખ કંપનીઓ માટે વાર્ષિક ખાતાઓ અપડેટ કરવાના હતા, જેમાંથી 8 જુલાઈ સુધી 13.86 લાખ કંપનીઓના 32.39 કરોડ ખાતાઓમાં 8.25 ટકાના દરે વ્યાજના પૈસા જમા થઈ ચૂક્યા છે. એટલે કે 99.9% કંપનીઓ અને 96.51% કર્મચારીઓ માટે વાર્ષિક ખાતાઓ અપડેટ કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.

કેવી રીતે ચેક કરવું બેલેન્સ?

EPFO પોર્ટલ પર જઈને 'Our Service' સેક્શનના 'For Employees' વાળી કેટેગરી પર ક્લિક કરવું. હવે Member Passbook સિલેક્ટ કર્યા બાદ પોતાનો UAN નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરવું. બેલેન્સ સ્ક્રીન પર દેખાશે.

બેલેન્સ ચેક કરવા માટે બીજી એક સરળ રીત છે. તમે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી EPFOHO UAN ટાઈપ કરી 7738299899 પર સેન્ડ કરી દેવું. તમને SMS દ્વારા PF બેલેન્સની જાણકારી આપી દેવામાં આવશે.

બીજી એક રીત એ છે કે, તમે પહેલા UMANG App ડાઉનલોડ કરો. All Services સિલેક્ટ કરી પાસબુક ચેક કરવી, તમે બેલેન્સ જોઈ શકશો. 9966044425 પર પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ફોન કરો. બે રીંગ વાગ્યા બાદ તમારો ફોન આપોઆપ ડિસ્કનેક્ટ થઈ જશે. મિનિટોમાં તમે તમારા પીએફ બેલેન્સની જાણકારી આપી દેવામાં આવશે. આ કોલના પૈસા નહીં લાગશે.

Related News

Icon