વેટરન એક્ટર પરેશ રાવલે બહુચર્ચિત ફિલ્મ 'હેરાફેરી-૩' છોડયાના ગણતરીના દિવસોમાં આ મામલાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાવલે ગયા શનિવારે એક્સ પર એક પોસ્ટ મૂકીને ફિલ્મમાંથી ઓચિંતી લેવાની જાહેરાત કરી. અને એના ચોથા દિવસે તો 'હેરાફેરી'ના લીડ એક્ટર અક્ષયકુમારના પ્રોડક્શન હાઉસે પરેશભાઈને ૭ દિવસમાં નુકસાન ભરપાઈ કરવા પેટે રૂ.૨૫ કરોડ ચુકવવા નોટિસ પણ ફટકારી દીધી.પરિણામે હેરાફેરી ફ્રેન્ચાઈસની પહેલી બે ફિલ્મમાં દર્શકોને પેટ પકડીને હસાવનાર 'બાબુરાવ'પોતે ગંભીર પરિસ્થિતિમાં મુકાયા છે.

