
IPLમાં પંજાબ કિંગ્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પ્રિયાંશ આર્યાનું તોફાન જોવા મળ્યું હતું. પ્રિયાંશ આર્યાએ માત્ર 39 બોલમાં સદી ફટકારી હતી. પ્રિયાંશે પોતાની ઇનિંગ્સ દરમિયાન 9 સિક્સર અને 7 ફોર ફટકારી હતી.
પ્રિયાંશ આર્યએ IPL ઇતિહાસની ચોથી સૌથી ઝડપી સદી ફટકારી
24 વર્ષીય પ્રિયાંશ આર્યએ સદી ફટકારીને કેટલાક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. IPLમાં સૌથી ઝડપી સદી ફટકારવા મામલે તે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. આ યાદીમાં ટોપ પર ક્રિસ ગેલ છે જેને 2013માં માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી.
IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેન
30 બોલ- ક્રિસ ગેલ (RCB) 2013
37 બોલ- યૂસુફ પઠાણ (RR) 2010ટ
38 બોલ- ડેવિડ મિલર (KXIP) 2013
39 બોલ- ટ્રેવિસ હેડ (SRH) 2024
39 બોલ- પ્રિયાંશ આર્ય (Punjab Kings) 2025
https://twitter.com/IPL/status/1909678345488318859
સૌથી ઝડપી સદી ફટકારનાર અનકેપ્ડ ભારતીય બનયો પ્રિયાંશ
શોન માર્શ- 2008
મનીષ પાંડે- 2009
પોલ વલથાટી-2009
દેવદત્ત પડ્ડિકલ-2021
રજત પાટીદાર- 2022
યશસ્વી જયસ્વાલ- 2022
પ્રભસિમરન સિંહ- 2023
પ્રિયાંશ આર્ય-2025
પંજાબ કિંગ્સે ચેન્નાઇ સુપરકિંગ્સને હરાવ્યું
પંજાબ કિંગ્સે ચેન્નાઇ સુપરકિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી ઓપનર પ્રિયાંશ આર્યએ 42 બોલમાં 7 ફોર અને 9 સિક્સરની મદદથી 103 રન બનાવ્યા હતા જ્યારે શશાંક સિંઘે 52 અને માર્કો યાનસેને અણનમ 34 રન બનાવ્યા હતા.
જવાબમાં ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ 69, શિવમ દુબેએ 42, રચિન રવિન્દ્રએ 36 રન બનાવ્યા હતા. જોકે, તે પોતાની ટીમને જીતાડી શક્યા નહતા. ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી હતી.