Home / Entertainment : Rashmika Mandanna will be seen in a new look, 'Pushpa' pair will share screen again

Rashmika Mandanna જોવા મળશે નવા અંદાજમાં, 'પુષ્પા'ની જોડી ફરી કરશે સ્ક્રીન શેર

Rashmika Mandanna જોવા મળશે નવા અંદાજમાં, 'પુષ્પા'ની જોડી ફરી કરશે સ્ક્રીન શેર

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'પુષ્પા'ની જોડી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના એટલીની આગામી ફિલ્મમાં સાથે દેખાવાની છે. જોકે, આ ફિલ્મમાં આ જોડી અલગ રીતે સ્ક્રીન શેર કરશે. રશ્મિકા ફિલ્મમાં નેગેટિવ રોલમાં હોવનું કહેવાય છે.

જાણવા મળ્યા મુજબ ફિલ્મ માટે રશ્મિકાને અલગ અલગ રોલની ઓફર કરાઈ હતી. તેમાંથી તેણે નેગેટિવ ભૂમિકા પસંદ કરી હતી. અગાઉ તેણે ભાગ્યે જ નેગેટિવ રોલ ભજવ્યો હોવાથી આ વખતે એક પડકાર તરીકે તેણે આ ભૂમિકા પસંદ કરી હતી.

રશ્મિકાના ચાહકો તેની આ પસંદગીથી ખુશ થયા છે. છેલ્લા કેટલાય સમયથી રશ્મિકા બહુ ડોમિનન્ટ પુરુષની જીવનસાથી તરીકેના એકસરખા રોલમાં ટાઈપકાસ્ટ થઈ રહી છે. રશ્મિકાની ફિલ્મો સફળ થાય છે પરંતુ તેને વેરાયટી ધરાવતા રોલ મળતા નથી તેવી તેના ચાહકોની ફરિયાદ હતી.

Related News

Icon