Home / Sports / Hindi : Rajasthan Royals ends their campaign with a win

CSK vs RR / રાજસ્થાને જીત સાથે કર્યો ટૂર્નામેન્ટનો અંત, છેલ્લી મેચમાં ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું

CSK vs RR / રાજસ્થાને જીત સાથે કર્યો ટૂર્નામેન્ટનો અંત, છેલ્લી મેચમાં ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું

IPL 2025ની 62મી મેચમાં, રાજસ્થાન રોયલ્સ (RR) એ તેની છેલ્લી લીગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)સામે રમી હતી. RR એ CSKને 6 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટનો અંત જીત સાથે કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ રાજસ્થાનને 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RRના બેટ્સમેનોએ 17 બોલ અને 6 વિકેટ બાકી રહેતા આ ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજસ્થાન માટે વૈભવ અને સેમસન શાનદાર ઈનિંગ્સ રમ્યા

188 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે RRની શરૂઆત સારી રહી હતી. પ્રથમ વિકેટ માટે યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશી વચ્ચે 37 રનની પાર્ટનરશિપ થઈ. જયસ્વાલ 19 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, સંજુ સેમસન અને વૈભવ સૂર્યવંશી વચ્ચે 98 રનની પાર્ટનરશિપ થઈ. આ મેચમાં બંને બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી. વૈભવે અડધી સદી ફટકારી હતી. તે 33 બોલમાં 57 રન બનાવીને અણનમ રહ્યો. જ્યારે સેમસને 31 બોલમાં 41 રનની ઈનિંગ રમી હતી. આ બંને બેટ્સમેન એક જ ઓવરમાં આઉટ થઈ ગયા. પરંતુ આ બંને વચ્ચેની પાર્ટનરશિપે RRની જીતનો પાયો નાખ્યો હતો.

જ્યારે વૈભવ સૂર્યવંશી આઉટ થયો ત્યારે રાજસ્થાનને જીતવા માટે 50 રનની જરૂર હતી. અહીંથી, બાકીનું કામ ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયરે કર્યું અને બંને ટીમને વિજય અપાવીને પાછા ફર્યા. જુરેલ 12 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે હેટમાયર 5 બોલમાં 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. CSKની બોલિંગની વાત કરીએ તો, અશ્વિને સૌથી વધુ 2 વિકેટ લીધી. તેના સિવાય નૂર અહેમદ અને અંશુલ કંબોજને 1-1 વિકેટ મળી હતી.

આ મેચમાં ચેન્નાઈના મોટા ખેલાડીઓ ફ્લોપ રહ્યા

RR એ ટોસ જીતીને CSKને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં CSKની શરૂઆત સારી નહતી રહી. ટીમને 12 રનના સ્કોર પર બેવડો ઝટકો લાગ્યો. પહેલા, ડેવોન કોનવે 8 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો ઉર્વિલ પટેલ 2 બોલમાં ખાતું ખોલાવ્યા વિના પવેલિયન પરત ફર્યો. આ પછી, સારી લયમાં દેખાઈ રહેલો આયુષ મ્હાત્રે 20 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો. તે અડધી સદી ફટકારવાનું ચૂકી ગયો. રવિન્દ્ર જાડેજાનો ફ્લોપ શો અહીં પણ ચાલુ રહ્યો, તે 5 બોલમાં ફક્ત 1 રન બનાવી શક્યો. 

આ પછી, ડેવાલ્ડ બ્રેવિસે શિવમ દુબે સાથે મળીને ઈનિંગની કમાન સંભાળી. છઠ્ઠી વિકેટ માટે બંને વચ્ચે 59 રનની પાર્ટનરશિપ થઈ. બ્રેવિસ 25 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે દુબેએ 32 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન એમએસ ધોની પણ કંઈ ખાસ ન કરી શક્યો અને 17 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો. RRની બોલિંગની વાત કરીએ તો, યુદ્ધવીર સિંહ ચરક અને આકાશ માધવાલે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી.

Related News

Icon