Home / Gujarat / Rajkot : Gang caught stealing by passengers into rickshaws

Rajkot News: ગોંડલમાંથી પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

Rajkot News: ગોંડલમાંથી પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. રાજકોટ જિલ્લામાં ગોંડલના બી ડીવીઝન પોલીસ દ્વારા આ મામલે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ રાજકોટ જેતપુર નેશનલ હાઇવે રોડ ઉપર આવતા જતા પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ચોરી કરતા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉલટી કરવાના બહાના કરી પેસેન્જરની નજર ચુકવી ખિસ્સામાંથી ચોરી કરતા

ગોંડલની સુરેશ્વર ચોકડી પાસેથી CNG રીક્ષા સહિત 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં નીલેશ ઉફે કાલી ભુપતભાઇ ગેડાણી, ધનો ઝાડીયો, દેવજીભાઈ ગેડાણી, અજયસિંહ ઉર્ફે અજુનસિંહ ભીખુભા સોઢા નામના આરોપીને ઝડપી પાડ્યા હતા. ઉલટી કરવાના બહાના કરી પેસેન્જરની નજર ચુકવી પેસેન્જરના ખિસ્સામાંથી પાકીટ તથા રોકડા રૂપીયાની ચોરી કરી લેતા હતા.

6 શહેરોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા શખ્સો

ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ રાજકોટ, અમદાવાદ, મોરબી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, સહિતના શહેરો અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ચોપડે અનેક ગુન્હામાં ચડી ચુક્યા છે. સાવનભાઇ મગનભાઇ ગળચરે ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 10 એપ્રિલે આશાપુરા ચોકડી ખાતે ઉતરીને એક સી.એન.જી. રીક્ષામાં બેસીને ગુંદાળા ચોકડી જતા સમયે ચોરી થઈ હતી.

રીક્ષા અને રોકડ સાથે ત્રણેયની ધરપકડ

ગોંડલ બી ડિવિઝન પોલીસના PI જે.પી.ગોસાઇ અને સવૅલન્સ સ્ટાફે અલગ અલગ સી.સી.ટી.વી. કેમેરા તેમજ પોકેટ કોપ- ઇ ગુજકોપ એપ્લીકેશન તથા હયુમેન ઇન્ટેલીજન્સ આધારે 3 શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી. ત્રણેય શખ્સો પાસેથી રોકડ રૂ. 14,130 અને કિં. રૂ 50,000ની એક સી.એન.જી. રીક્ષા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related News

Icon