
ગુજરાતમાં જાણે ચોરીની ઘટનાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાંથી ચોરીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં હીરાના કારખાનામાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ ખોડીયાર ડાયમંડમાં ચોરી થઈ છે.
11 હજારથી વધુ કાચા અને પાકા હીરાની ચોરી
મળતી માહિતી પ્રમાણે, રૂ. 60.83 લાખના હીરાની ચોરી થઈ છે જેમાં 11,000થી વધુ કાચા અને પાકા હીરાની ચોરી કરવામાં આવી છે. મામલાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, SOG અને LCB અને ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કારખાનામાં તિજોરીના તોળી લાખોના હીરાની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.