
જમ્મુ-કાશ્મીના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પાકિસ્તાન દ્વારા કચ્છમાં ડ્રોન હુમલાના પ્રયાસો થયા હતા ત્યારે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી.
https://twitter.com/ANI/status/1923279146542571782
રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, દુનિયાએ તણાવ વચ્ચે ભારતની તાકાત જોઇ છે, મને જવાનો પ્રત્યે ગર્વ છે. બ્રહ્મોસ મિલાઈલની તાકાતને પાકિસ્તાને જોઈ લીધી છે. ભારત માત્ર વિદેશમાંથી ઈમ્પોર્ટ કરેલાં હથિયાર ઉપર નિર્ભર નથી.
https://twitter.com/ANI/status/1923277881393721780
રાજનાથસિંહે જણાવ્યું કે, ગઇકાલે હું શ્રીનગરમાં સેનાના જવાનોને મળ્યો હતો અને આજે તમને મળ્યો. મને તમારા પ્રત્યે ખુબ ગર્વની લાગણી અનુભવાય છે. ઓપરેશન સિંદૂરનું નામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું હતું. આ ઓપરેશનમાં તમે લોકોએ જે કર્યું એ કાબિલેદાદ છે.
https://twitter.com/ANI/status/1923254586371879370
આતંકવાદ વિરૂદ્ધ ચલાવેલા આ અભિયાનનું નેતૃત્વ એરફોર્સએ કર્યું છે. ભારતે ધોળે દિવસે પાકિસ્તાનને તારા દેખાડ્યા છે. હું તમામ જવાનોને અભિનંદન આપુ છું. ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ પરાક્રમ જ નથી દેખાડ્યું પણ દુનિયાને પ્રમાણ પણ આપ્યું છે કે, હવે જૂનું નહીં નવું ભારત છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રીએ બશીર બદ્રના એક શેર દ્વારા પાકિસ્તાનને સલાહ પણ આપી. તેમણે કહ્યું કે, 'કાગજ કા હૈ લિબાસ ચરાગો કા શહેર હૈ, સંભલ-સંભલ કે ચલના ક્યોંકિ તુમ નશે મેં હો.'
IAF એ આકાશમાં નવી ઊંચાઈઓ સ્પર્શી છે: રાજનાથ સિંહ
રાજનાથ સિંહે કહ્યું કે 'ઓપરેશન સિંદૂર'માં ભારતીય વાયુસેના દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની માત્ર આ દેશમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે. આ ઓપરેશનમાં તમે માત્ર દુશ્મનને ના માત્ર ડોમિનેટ કર્યા છે, પરંતુ તેમને ડેસીમેટ કરવામાં પણ સફળ મેળવી છે. આતંકવાદ વિરૂદ્ધ ચલાવવામાં આવેલા આ અભિયાનને સુપરહેડ આપણી એરફોર્સે કર્યું. આપણી એરફોર્સ એક એવી 'સ્કાય ફોર્સ' છે, જેણે પોતાની બહાદુરી, હિંમત અને ગૌરવથી આકાશની નવી ઊંચાઈઓને આંબી છે. આપણી એરફોર્સ પાકિસ્તાનના દરેક ખૂણા સુધી પહોંચે છે તે કોઈ નાની વાત નથી, આ વાત સાબિત થઈ ગઈ છે.
બ્રહ્મોસે રાતના અંધારામાં દુશ્મનોને દિવસનું અજવાળું બતાવ્યું
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આજે પરિસ્થિતિ એવી છે કે ભારતના ફાઈટર વિમાનો સરહદ પાર કર્યા વિના અહીંથી દેશના દરેક ખૂણા પર પ્રહાર કરવા માટે સક્ષમ છે. આખી દુનિયાએ જોયું છે કે તમે પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાને કેવી રીતે ધ્વસ્ત કર્યા. ત્યારબાદની કાર્યવાહીમાં તેમના ઘણા એરબેઝનો નાશ કરવામાં આવ્યો.
રાજનાથ સિંહે કહ્યું કે 'બ્રહ્મોસ' મિસાઇલની તાકાતનો પાકિસ્તાને પોતે સ્વીકાર કર્યો છે. આપણા દેશમાં એક ખૂબ જ જૂની કહેવત છે 'ધોળા દિવસે તારા બતાવવા'. પરંતુ ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે રાતના અંધારામાં દુશ્મનને દિવસ જેવું અજવાળું બતાવ્યું. તેમણે કહ્યું કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમના બધે જ વખાણ થઇ રહ્યા છે અને DRDO દ્વારા બનાવેલ 'આકાશ' અને અન્ય રડાર સિસ્ટમે તેમાં મોટી ભૂમિકા ભજવી છે.
વાયુસેનાના સૈનિકોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, 'તમે પાકિસ્તાનમાં હાજર ટેરર ઇંફ્રાસ્ટ્રક્ચર સામે અસરકારક કાર્યવાહી કરી, પરંતુ પાકિસ્તાન ફરીથી ટેરર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઊભું કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. ત્યાંની સરકાર પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પાસેથી વસૂલવામાં આવેલા ટેક્સના રૂપિયામાંથી લગભગ ચૌદ કરોડ રૂપિયા આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ના વડા મસૂદ અઝહરને આપવામાં ખર્ચ કરશે. જ્યારે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી છે.