Home / Religion : Ram temple will be completely ready by June 5, committee chairman gave information

5 જૂન સુધીમાં પૂર્ણ સ્વરૂપે તૈયાર થઈ જશે રામ મંદિર, સમિતિના અધ્યક્ષે નિર્માણ અંગેની આપી જાણકારી

5 જૂન સુધીમાં પૂર્ણ સ્વરૂપે તૈયાર થઈ જશે રામ મંદિર, સમિતિના અધ્યક્ષે નિર્માણ અંગેની આપી જાણકારી

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે 5 જૂનમાં પૂર્ણ સ્વરુપે તૈયાર થઈ જશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરના નિર્માણ અંગેની જાણકારી આપતાં કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણકાર્ય આ વર્ષે 5 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

42 ફૂટ ઉંચાઈ પર ધ્વજ દંડ કરાશે સ્થાપિત 

આ પહેલા આજે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. આજે મંગળવારે સવારે 8 વાગે મંદિરના મુખ્ય શિખર પર 42 ફૂટ ઊંચો ધ્વજ દંડ સ્થાપિત કરવામાં આવ્યો હતો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપતાં કહ્યું કે, રામમંદિર નિર્માણ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે અને ધ્વજ દંડની સ્થાપના મંદિરના ભવ્ય સ્વરુપને વધુ સુંદર બનાવી રહ્યું છે. 

ધ્વજ દંડને વિશેષ રુપે ડિઝાઇન કરવામાં આવ્યો છે

આ ધ્વજ દંડને વિશેષ રુપે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેથી કરીને મંદિરની ભવ્યતા અને પવિત્રતાને અનુરુપ હોય. તેને સ્થાપિત કરવામાં એન્જિનિયરો અને કારીગરોની એક કુશળ ટીમે રાત દિવસ મહેનત કરી છે. ચંપત રાયે જણાવ્યું કે, ધ્વજ દંડની સ્થાપનાનું કાર્ય સંપૂર્ણ સાવધાની સાથે વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ધ્વજ દંડ માત્ર મંદિરની શોભા વધારવામાં જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પ્રેરણારુપ સ્ત્રોત બની રહેશે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે.

2020માં શરુ થયું હતું નિર્માણ કાર્ય

રામ જન્મભૂમિનું નિર્માણ કાર્ય વર્ષ 2020માં શરુ થયું હતું અને આ તેનું અંતિમ ચરણ છે. ગર્ભગૃહ અને મુખ્ય માળખું પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યું હતું. ધ્વજ દંડની સ્થાપના સાથે મંદિરનું બહારનો દેખાવ ખૂબ આકર્ષક થઈ ગયો છે. આ સાથે ભક્તોની સુવિધા માટે સતત વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી રહે છે.  

Related News

Icon