ગુજરાતના પોલીસ વડાના આદેશ બાદ શહેરો અને ગ્રામ્યમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર ફરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે કચ્છના રાપર શહેરમાં અસામિજ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામજી કોલીના શોપિંગ સેન્ટર પર તંત્રનો હથોડો વિંઝાયો છે.

