
મેનેજમેન્ટ
સમાજમાં કે પછી મેનેજમેન્ટમાં બે પરિબળો સંકોચન અને વિસ્તરણ અગત્યના છે. માનવજાતને પ્રભુત્વ અને સમૃદ્ધિનું વિસ્તરણ ગમે છે, વિસ્તરણ છે ત્યાં સંકોચન પણ થતું રહે છે
માનવ સમાજમાં કે પછી મેનેજમેન્ટમાં બે અગત્યના પરિબળોનું સંકોચન અને વિસ્તરણ છે. માનવજાતને પ્રભુત્વ અને સમૃદ્ધિનુ વિસ્તરણ ગમે છે. રાજકારણીઓ રાષ્ટ્રનો વિસ્તાર વધારવા સતત પ્રયત્નશીલ રહે છે. રાજકારણ તો એટલું બધું વિસ્તારવાદી છે કે યુરોપના દેશોએ એશિયા-આફ્રિકાના અને ભારત સહિત ઘણા દેશોમા પોતાની સત્તા ફેલાવીને તેમને ગુલામ બનાવી દીધા હતા. આમાના જાપાન, ચીન અને ભારત જેવા ઘણાં દેશોએ વિદેશી ગુલામી ફગાવીને પોતાના અર્થકારણ અને રાજકારણનો વિસ્તાર ઘણો વધારી દીધો પરંતુ વિસ્તરણ બેધારી તલવાર છે. જગતમા દુષ્ટ લોકોનું વિસ્તરણ માનવજીવનને નુકસાન કરી શકે છે.
ભૌગોલિક વિસ્તાર : કોઈપણ કંપની શરૂઆતમાં પ્રાથમિક કે સ્થાનિક ધોરણે સફળ થયા બાદ તે લોકલમાંથી રીજીનલ, રીજીનલમાથી નેશનલ અને નેશનલમાંથી ઇન્ટરનેશનલને ઇન્ટરનેશનલમાંથી ગ્લોબલ બની જાય છે. અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ, જર્મની અને ઇટાલી તથા ફ્રાંસની ઘણી કંપનીઓ ગ્લોબલ બની ગઈ છે અને જગતના નાનામા નાના દેશના તેના દૂરના પ્રદેશોમાં પણ તે મળે છેે. લોકલ પ્રોડક્ટસને નેશનલ બનાવવા જાહેરાત પાછળ ઘણો ખર્ચો કરવો પડે છે. જાહેરાતને અમુક ઓડિયન્સ માટે લક્ષ્યાંકિત (ટાર્ગેટેડ) કરવી તે કળા કઠિન છે અને શીઘ્રફળદાયી નથી. કેટલીક પ્રોડક્સની ડીઝાઈન, આકાર, ગુણવત્તા કે પેકેટની રચના એટલી કઢંગી કે બીનઆકર્ષક હોય છે અને તેનો ભાવ એટલો બધો વધારે રાખવામા આવે છે કે આવી પ્રોડક્ટસનું બાળમરણ થાય છે. બ્રાન્ડમા ફેરફારો કરવાનું કે નવી નવી બ્રાન્ડ્સને જન્મ આપવાનુ અને તેમનું હરીફ બ્રાંડથી રક્ષણનું કામ કઠીન છે.
પ્રોડક્ટ્સનું વિસ્તરણ : એક વખત પ્રોડક્ટનો એક પ્રકાર સફળ થાય પછી તેના અનેક પ્રકારો/વેરીએશન્સનો વિસ્તાર થયા જ કરે છે. ચાની કેટલી બધી કંપનીઓએ ભૂકી ચા, રેગ્યુલર ચા, મસાલાવાળી ચા, રેડી ટી મીક્સ, ચાની પડીકીઓ, ચાની ટીબેગ્ઝ, વગેરેનો વિસ્તાર કર્યો છે? કારના કે સ્કૂટરના બિઝનેસમા તો લગભગ અસંખ્ય કહી શકાય તેવા મોડેલો જોવા મળશે. જ્યારે એક જમાનામાં રેડીયો લોકપ્રિય હતા ત્યારે કદાચ વીસથી પણ વધુ બ્રાંડના રેડીયોઝ બજારમા મૂકવામા આવ્યા હતા. ટૂંકમા બજારો હંમેશા પ્રોડક્ટસ કે બ્રાડઝના વિસ્તરણ પર આધાર રાખે છે. એક જમાનામા માથાના દુખાવા માટે એસ્પ્રો ઘણી જાણીતી બ્રાંડ હતી. તે હવે જોવા મળતી નથી. દરેક સફળ કંપની બ્રાંડનું વિસ્તણ કરે છે, ભૌગોલિક ક્ષેત્રનું વિસ્તરણ કરે છે અને બ્રાંડના વિવિધ મોડેલોનું કે કદનું વિસ્તરણ કરે છે. દા.ત., આઈસ્ક્રીમ ડબ્બીમા પણ મળે છે એના નાના મોટા પેકેટસમા પણ મળે છે અને પાર્ટી પેકમા પણ મળે છે. એક જમાનમા આદ્યતેલ (સીંગતેલ કે તલનું તેલ) ખરીદવા પોતાનું વાસણ લઇને દુકાને જવુ પડતુ હતું હવે વિવિધ સાઇઝના પેકેજીસમા તેલ મળતા ઘેરથી વાસણ લઇ જવાની ઝંઝટ ઓછી થઇ ગઈ છે. દૂધ પણ બોટલ કે પ્લાસ્ટીક થેલીમાં મળતા હવે દૂધ લેવા માટે કોઈ પોતાનું વાસણ લઇ જતું નથી. અલબત્ત હવે પ્લાસ્ટીકની થેલીઓ પર પ્રતિબંધ મુકાતા પરિસ્થિતિ બદલાઈ શકે છે અને તમારે ફરીથી તપેલી લઇને દુધ લેવા જવું પડે તે શક્ય છે.
મેનેજમેન્ટ એટલે વિસ્તરણ. વિસ્તરણ બ્રાન્ડ, બ્રાન્ડના પ્રકારોનું, ભૌગોલિક ક્ષેત્રફળનું અને તમે જે ધંધામાં નિપુણતા પ્રાપ્ત કરી હોય એ ધંધામા અનેક નવી પ્રોડક્ટસના વિસ્તરણનું મહત્તવ છે. અમુલે દુધ અને માખણથી શરૂ કરીને બ્રેડ,બિસ્કીટ, પેંડા, ચીઝ, પીઝા, મીલ્કશેક્સ, આઈસક્રીમ, વગેરેમા અદ્ભૂત વિસ્તરણ કર્યું છે. ક્યાં શરૂઆતમા માત્ર દૂધ અને માખણનું વિસ્તરણ કરતુ અમુલ અને ક્યાં અત્યારનું મલ્ટી પ્રોડક્ટ અમુલ. જગતની મોટી મોટી અને શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ સ્ટેન્ફર્ડ, પ્રીન્સજીન, ર્કોનલ એલ, એમઆઈટી, હાર્વડ વગેરેના સ્થાપકો એક યા બીજી રીતે ધંધામા જોડાયેલા હતા કે નવા ધંધાના સ્થાપકો હતા. ધંધાનો નફાનો એક ભાગ શિક્ષણ માટે વપરાય તો અત્યારે જે પ્રાથમિક, માધ્યમિક, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની સંખ્યા અનેકગણી વધી જાય. ધંધાકીય કૌશલને કેળવવા માટે જગતભરમા બિઝનેસ સ્કુલ્સે કમાલ કરી છે. ભારતમા આઈઆઈએમની પરંપરાની અનેક સંસ્થાઓએ ધંધાકીય શિક્ષણનું સ્તર આસમાને પહોંચાડી દીધુ છે.
માનવજાતને હંમેશા વિસ્તાર વધારવાનુ ગમે છે. કોઈપણ વ્યક્તિને સ્થાનિકમાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કરવાનુ ગમે છે. રાજકીય પક્ષો તો પોતાની સત્તાના સતત વિસ્તરણની ચિંતા કર્યા કરે છે. દા.ત. પાંચ રાજ્યોમા પોતાની સરકાર હોય તો તમામ રાજ્યોમા કેમ નહી તેવું દરેક રાષ્ટ્રીય પક્ષ ઇચ્છે છે. એક જ રાજ્યમા પોતાનો પક્ષ હોય તો રાજકીય પક્ષને સંતોષ થતો નથી. અત્યારે આપણે વૈજ્ઞાાનિક પદ્ધતિથી જીવતા સમાજનું વિસ્તરણ જોઇએ છે. માનવજાતની વિસ્તરણ કરવાની પ્રથાએ ઘણા ફાયદાઓ ઊભા કર્યા છે. બાર્ટર પધ્ધતિથી ચાલતા બજારો હવે વૈશ્વીક બની ગયા છે. ચકરડાવાળો ટેલીફોન જે પચાસ વર્ષ પહેલા તદ્દન મર્યાદિત હતો અને હવે તેનું સ્થાન મોબાઈલે લીધુ છે તે પણ ટેકનોલોજીના વિસ્તરણનો એક પ્રકાર છે. અલબત્ત અમુક વિસ્તરણો ખતરનાક છે. અફીણ કે ઘેન લાવનારા પદાર્થોના બજારોનું વિસ્તરણ સમાજને ઘણુ નુકસાન કરે છે. અત્યારે સાઈબર ક્રાઈમનો વિસ્તાર અને પ્રમાણ પુષ્કળ વધ્યો છે. આવુ વિસ્તરણ સમાજને નુકસાન કરે છે. આપણે જીવન આવરદાનુ વિસ્તરણ ૨૦૦ વર્ષ થાય તેવુ ઇચ્છીએ છીએ. પણ તે માટે વેલફેર સ્ટેટ જોઇએ.
કોઈપણ દેશમાં સૌથી સારૂ વિસ્તરણ શિક્ષણ અને આરોગ્યનુ છે તેમા ઊંચી ગુણવત્તાનુ વિસ્તરણ થાય તો તે લોકોની જીવન આવરદા અને ક્વોલીટી ઓફલાઈફ સુધરે છે. દક્ષિણ કોરિયા અને જાપાને આ બાબતમા કમાલ કરી છે. આપણે શિક્ષણ, આરોગ્ય અને નવી નવી શોધોનું વિસ્તરણ આવકારીએ છીએ.