Home / Religion : Plant these 5 plants at home

Vastu Tips : ઘરમાં આ 5 છોડ ઉગાવી લો, બધા કષ્ટ દૂર થઈને થશે ધનલાભ!

Vastu Tips : ઘરમાં આ 5 છોડ ઉગાવી લો, બધા કષ્ટ દૂર થઈને થશે ધનલાભ!

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ખૂબ જ શુભ અને કલ્યાણીકારી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ છોડ ઘરમાં રાખવાથી માનસિક શાંતિ મળે છે તે ઉપરાંત સુખ- સંપત્તિ અને ધનમાં વધારો થાય છે. આ છોડ ઘરમાં રાખવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા રહે છે અને કેટલીક સમસ્યામાંથી છુટકારો મળે છે. આવો જાણીએ કે, આવા ક્યા પાંચ છોડ છે, કે જેને ઘરમાં લગાવવા ખૂબ જ શભ માનવામાં આવે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સ્નેક પ્લાન્ટ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સ્નેક પ્લાન્ટ નજરદોષમાં રક્ષણ આપે છે. આ છોડ ઓક્સિજનમાં માત્રામાં વધારો કરે છે. તેને ઘરમાં કોઈ પણ ખૂણામાં લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

મની પ્લાન્ટ

હિન્દુ ધર્મમાં મની પ્લાન્ટને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. આ છોડ સુખ- સમૃદ્ધિમાં વધારો કરે છે. 

શમી પ્લાન્ટ

વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શમીનો છોડ સુખ-સંપત્તિ અને સમૃદ્ધિ આપનારો માનવામાં આવે છે. આ છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં પ્રેમ,સુખ અને સમૃદ્ધિ બની રહે છે. શમીનો છોડ વિશેષ રુપે શનિને દોષને શાંત કરવામાં સહાયક માનવામાં આવે છે.

તુલસી

હિન્દુ ધર્મમાં પૂજનીય તુલસીને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વિજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ વિશેષ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તુલસી ઘરમાં લગાવવાથી વાતાવરણ પવિત્ર થાય છે, માનસિક શાંતિ મળે છે અને સ્વાસ્થ્ય માં પણ લાભ થાય છે. 

બામ્બુ ટ્રી

બામ્બુ ટ્રીને શુભ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી ધનની વૃદ્ધિ થાય છે અને સુખ શાંતિ બની રહે છે. આ છોડ ઘરમાં પોઝિટિવ વાઈબ્રેશન આપે છે. 

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

Related News

Icon