ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં થવાના હતા, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવ્યા છે. 8 જૂને રિંકુ અને પ્રિયાની સગાઈ લખનૌની એક લક્ઝરી હોટલમાં થઈ હતી, જેમાં BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, સપા પ્રમુખ અખિલેશ યાદવ, જયા બચ્ચન અને ઘણા VVIP મહેમાનો આવ્યા હતા. બંનેના લગ્ન 18 નવેમ્બર 2025ના રોજ થવાના હતા, જે હવે આ વર્ષે નહીં થાય.

