ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ઈજાગ્રસ્ત થયો છે, અને તે આખી સિઝન માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને આયુષ મ્હાત્રે (Ayush Mhatre) નો ટીમમાં સમાવેશ કર્યો છે. કેપ્ટન ગાયકવાડ (Ruturaj Gaikwad) આખી સિઝનમાંથી બહાર થઈ ગયો પછી એમએસ ધોની (MS Dhoni) ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. CSK જે ખેલાડીઓ પર વિચાર કરી રહી હતી તેમાં પૃથ્વી શો પણ હતો. થોડા દિવસો પહેલા, ટીમે કેટલાક યુવા ખેલાડીઓના ટ્રાયલ લીધા હતા, ત્યારબાદ ટીમે મુંબઈના યુવા ઓપનિંગ બેટ્સમેન મ્હાત્રે (Ayush Mhatre) ને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો.

