અમદાવાદ સ્ટેશનનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે અને તેને વિશ્વકક્ષાના સ્ટેશન રૂપે પુનઃવિકસિત કરવામાં આવી રહ્યું છે. રિડેવલપમેન્ટ કામ હેઠળ અમદાવાદ સ્ટેશન પર RLDA દ્વારા પ્લેટફોર્મ નં. 8-9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામના સંબંધમાં પાઈલિંગ કામ માટે 05 જુલાઈથી 12 સપ્ટેમ્બર 2025 (70 દિવસ) સુધી બ્લોક લેવામાં આવશે. તે અનુસાર અમદાવાદ રેલવે સ્ટેશનથી ઉપડનારી/આવનારી કેટલીક ટ્રેનોના ટર્મિનલને અસારવા, મણીનગર અને વટવામાં હંગામી ધોરણે સ્થળાંતરિત (Shift) કરવામાં આવી રહ્યા છે.

