Home / Gujarat / Ahmedabad : A 4-month-old baby girl was torn to pieces by a pet dog at Radhe Residency in Hathijan

Ahmedabad news: હાથીજણના રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધી

Ahmedabad news: હાથીજણના રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી ખાધી

અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસે આવેલા રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકીને ફાડી કાઢી હતી. મળતા અહેવાલ પ્રમાણે બાળકી સાથે યુવતી બહાર બેઠી હતા અને અચાનક શ્વાને હુમલો કરી દીધો હતો. મળતા અહેવાલ પ્રમાણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. માસુમના અકાળે મોત બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
શ્વાને બચકા ભરીને બાળકીને ફાડી ખાધી

રાધે રેસિડેન્સીમાં રહેતી એક યુવતી સોમવારે રાત્રે પાલતૂ શ્વાન રોટવીલર લઇને નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતચીત કરી રહી હતી તે સમયે અચાનક શ્વાન હાથમાંથી છટકી ગયું હતું અને તેણે યુવતી અને  ચાર મહિનાની બાળકી પર જીવલેણ હુમલો કરી બચકાં ભર્યા હતા.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ મામલે વિવેકાનંદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. 

Related News

Icon