
સુરત સહિત વિશ્વભરમાં અત્યાર વધતો વજન મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે સુરતમાં વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવનારા દર્દીઓનો સેમિનાર યોજાયો હતો. જેમાં વક્તા તરીકે ડો. કેયુર યાજ્ઞિકે કહ્યું કે, ભારતમાં સ્થૂળતા વધતી જતી ચિંતાનો વિષય છે. જેમાં ૧૦ કરોડથી વધુ લોકો તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
વધતા વજનમાં પેટના સ્થૂળતાનો વ્યાપ પણ ઊંચો છે, જે ૪૦% સ્ત્રીઓ અને ૧૨% પુરુષોને અસર કરે છે. ભારતમાં વજન વધવાના પરિબળોમાં નબળા આહાર પસંદગીઓ, નિષ્ક્રિયતા અને બેઠાડુ જીવનશૈલીનો સમાવેશ થાય છે. ખાસ કરીને હોર્મોનલ અસંતુલન જે મુખ્ય કારણ હોય છે, અમારી હોસ્પિટલ દ્વારા દર 2 મહિને આવા પ્રકાર ના કાર્યક્રમો યોજાય છે. જેમાં બેરિયાટ્રિક સર્જરી થનાર દર્દીઓ હાજર રહે છે અને એક બીજા ની સાથે વાર્તા સાંભળી પોતાના પ્રશ્નો ના જવાબ મેળવતા હોય છે.
બેરિયાટ્રિક સર્જરી કર્યા પછી લોકો ડિપ્રેશન ફ્રી , ડાયાબિટીસ કંટ્રોલ, બ્લડ પ્રેશર ની સમસ્યા થી મુક્ત થાય છે. આશરે દર મહિને 15 થી 20 બેરિયાટ્રિક સર્જરી અમારા ત્યાં કરાવતા હોય છે ,બેરિયાટ્રિક સર્જરી 18 વર્ષ થી લઇ 80 વર્ષ સુધી ના લોકો કરાવી શકે છે. સર્જરી કરાયા પછી દર્દીઓ ને સામાન્ય સાર સંભાળ જેમાં સામાન્ય ડાયટ, ચાલવાનું , વિટામિન્સ ની દવાઓ જેવી કાળજી રાખવી પડે છે. આ કાર્યક્રમ માં 85 થી વધુ બેરિયાટ્રિક સર્જરી ના દર્દીઓ હાજર રહ્યા હતા.