શબીરને મુશ્કેલ લાગે છે પ્રેમ
વિવિધ ધારાવાહિકોમાં વર્ષો સુધી લાગે છે પ્રેમ રોમાંટિક હીરો અને પરફેક્ટ પતિની ભૂમિકાઓ ભજવીને દર્શકોના દિલમાં સીધાસાદા સજ્જનની છાપ છોડનાર અભિનેતા શબીર આહલુવાલિયા હવે એક અટપટું પાત્ર ભજવવા તૈયાર થયો છે. ટૂંક સમયમાં રજૂ થનારી સીરિયલ 'ઉફ... યે લવ હૈ મુશ્કિલ'માં અભિનેતા તદ્દન હટકે કિરદારમાં જોવા મળશે. શબીરે પોતાના આ શો માટે કહ્યું હતું કે આ રોમાંટિક કોમેડી દ્વારા હું ઘણાં સમય પછી ટીવી પર પરત ફરી રહ્યો છું તેનો મને આનંદ છે. વર્ષો સુધી પરફેક્ટ પતિ અને રોમાંટિક હીરો બન્યા પછી હું 'ઉફ... યે લવ હૈ મુશ્કિલ'માં વિવિધ સ્તર ધરાવતી ભૂમિકા ભજવી રહ્યો છું. તેમાં મારું કિરદાર 'યુગ સિંહા' એક અસ્તવ્યસ્ત પરિવારમાંથી આવે છે. 'યુગ સિંહા' જેવું પાત્ર મેં અગાઉ ક્યારેય નથી ભજવ્યું. આ નવા રોલ બાબતે તેમ જ ટીવી પર પરત ફરવા માટે હું અત્યંત ઉત્સાહી છું

