Home / Gujarat / Surat : SDRF team on standby due to heavy rains

VIDEO: Suratમાં મુશળધાર વરસાદના પગલે SDRFની ટીમ સ્ટેન્ડ બાય, 1 ટીમને નવસારી મોકલાઈ

સુરતમાં સતત વરસતા વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આવા સમયે SDRF (State Disaster Response Force) દ્વારા તાત્કાલિક પગલા લેતા બચાવ અને રાહત કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. SRP વાવ કેમ્પ ખાતે SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે એક ટીમને પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં રવાના કરવામાં આવી છે, જ્યાં ભારે વરસાદને કારણે નદીઓ-નાળાઓ ઓવરફ્લો થવાના સમાચાર છે. કુલ મળીને 50 અધિકારી અને કર્મચારીઓની બે ટીમો હાલ રાહત અને બચાવના કાર્યમાં લાગેલી છે. આ ટીમો પાસે બોટ, રબરબોટ, જીપીએસ, જીવ બચાવના સાધનો અને ફસ્ટએડ કિટ જેવી જરૂરી તાકાતભરી સામગ્રી પણ ઉપલબ્ધ છે. SDRF ટીમો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોની સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરીમાં રોકાઈ છે. સતત બે દિવસથી અહીં રાઉન્ડ ધ ક્લોક રેસ્ક્યુ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટ તંત્ર સાથે સંકલન કરીને SDRF ટીમો લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે અને જળમગ્ન વિસ્તારોમાંથી રાહત પહોંચાડી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Icon