બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની ફિલ્મો ઘણી વાર જુએ છે જેથી તે તેમાં રહેલી ખામીઓને ઓળખી શકે અને ભવિષ્ય માટે સુધારા કરી શકે. પણ શું તમે જાણો છો કે તેની એક એવી ફિલ્મ છે જે શાહરૂખ ખાને પોતે આજ સુધી જોઈ નથી. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હતી અને 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મે લોકોને ખૂબ પ્રેરણા આપી હતી. આશુતોષ ગોવારિકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નામ 'સ્વદેશ' છે.

