Home / Religion : You should never make these 5 mistakes.

Religion : ક્યારેય ન કરવી જોઈએ આ 5 ભૂલ, શનિની ક્રૂર દૃષ્ટિ પડી તો જીવનમાં થશે મોટું નુકસાન!

Religion : ક્યારેય ન કરવી જોઈએ આ 5 ભૂલ, શનિની ક્રૂર દૃષ્ટિ પડી તો જીવનમાં થશે મોટું નુકસાન!

આગામી 27મે ના રોજ શનિ જયંતિ છે. સૂર્ય પુત્ર શનિદેવનો જન્મ જેઠ અમાસના દિવસે થયો હતો. ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને શનિદેવને નક્ષત્ર મંડળમાં સ્થાન મળ્યું, તે મહત્ત્વપૂર્ણ ગ્રહ બન્યો અને શિવ કૃપાથી ન્યાયના દેવતા કહેવાયા. દરેક વ્યક્તિના જીવનમાં શનિનો પ્રભાવ પડે છે.  શનિની શનિની સાડા સાતી અને ઢૈય્યા દરેક રાશિને પ્રભાવિત કરે છે.  શનિદેવ વ્યક્તિને તેના કર્મનું ફળ આપે છે. આજે અમે તમને જણાવીશું કે, શનિદેવની વક્ર દ્રષ્ટિથી બચવા માટે કયા કામ ન કરવા જોઈએ. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- જે લોકો પોતાની માતા પત્ની બહેન અથવા કોઈ અન્ય મહિલાનું અપમાન કરે છે તેને શનિદેવ ચોક્કસ દંડ આપે છે.

- જે લોકો ગરીબ અને અસહાય લોકો પર અત્યાચાર ગુજારે છે  તેનાથી શનિદેવ હંમેશા દુઃખી રહે છે. આવા લોકોને શારીરિક માનસિક અને આર્થિક કષ્ટનો સામનો કરવો પડે છે. 

- જે લોકો પોતાના ઘરમાં વડીલો અને વૃદ્ધો સાથે ખરાબ વર્તન કરે છે એવા લોકોને પણ શનિદેવ દંડ આપે છે.

- જે લોકો દારુ, જુગાર, ચોરી, હત્યા અથવા અન્ય તામસિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય છે તેમણે પણ શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. 

- જે વ્યક્તિ કોઈના પ્રત્યે દ્વેશ અને ઈર્ષ્યાની ભાવના રાખે છે, તેને  નફરત કરે છે.  કર્મ અને વચનથી બીજાને કષ્ટ આપે છે. બીજાની સાથે અન્યાય કરે છે અને તેનો હક છીનવી લે છે, એવા લોકો પર પણ શનિદેવ નારાજ રહે છે. 

-પશુ પક્ષીઓ અથવા અન્ય જીવોને કષ્ટ આપનાર વ્યક્તિ પણ શનિદેવના દંડથી બચી ન શકે કારણકે શનિ એક ન્યાય પ્રિય ગ્રહ છે. જે વ્યક્તિ વ્યભિચારી છે, મહિલાઓ પ્રત્યે ખરાબ માનસિકતા રાખે છે અને તેમનું શોષણ કરે છે એવા લોકોએ પણ શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

Related News

Icon