આગામી 27મે ના રોજ શનિ જયંતિ છે. સૂર્ય પુત્ર શનિદેવનો જન્મ જેઠ અમાસના દિવસે થયો હતો. ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને શનિદેવને નક્ષત્ર મંડળમાં સ્થાન મળ્યું, તે મહત્ત્વપૂર્ણ ગ્રહ બન્યો અને શિવ કૃપાથી ન્યાયના દેવતા કહેવાયા. દરેક વ્યક્તિના જીવનમાં શનિનો પ્રભાવ પડે છે. શનિની શનિની સાડા સાતી અને ઢૈય્યા દરેક રાશિને પ્રભાવિત કરે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મનું ફળ આપે છે. આજે અમે તમને જણાવીશું કે, શનિદેવની વક્ર દ્રષ્ટિથી બચવા માટે કયા કામ ન કરવા જોઈએ.

