શુક્રવારે મોડી રાત્રે શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું. શનિવારે શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેને ભાવુક વિદાય આપી. આ દરમિયાન શેફાલીના પરિવાર અને પતિની રડી રડીને ખરાબ હાલત થઈ હતી. હવે શેફાલીના અંતિમ સંસ્કાર પછી પહેલીવાર પરાગ ત્યાગીએ પાપારાઝીઓને વિનંતી કરી છે. પરાગ ત્યાગીએ ભાવુક અવાજમાં તેમની પરી શેફાલી માટે પ્રાર્થના કરવા વિનંતી કરી છે. તેમણે તેને ફોટા લેવાનું અને વિડિયો બનાવવાનું બંધ કરવાનું પણ કહ્યું છે.

