મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના યુબીટીના પ્રમુખ Uddhav Thackeray અને તેમના પિતરાઈ ભાઈ MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) પ્રમુખ રાજ ઠાકરે ગઠબંધન કરવાની તૈયારીમાં હોવાની ચર્ચાઓ થતાં શિવસેનાને વાંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે શિવસેનાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા છે. શિવસેનાના પ્રવક્તા અને પાર્ટીના સાંસદ નરેશ મહસ્કેએ કહ્યું કે, ‘ઉદ્ધવ ઠાકરે આધુનિક દુર્યોધન છે. ઉદ્ધવએ અવિભાજિત શિવસેનામાં રાજ ઠાકરેને ક્યારે આગળ આવવા દીધા નથી.

