મરાઠી ભાષા પર ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની એકતા મહારાષ્ટ્રની સરકાર માટે જોખમી બની છે. ઠાકરે બંધુ એકજૂટ થતાં શિવસેનાના નેતા અને ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાનો જનાધાર ગુમાવી રહ્યા હોવાનું અનુભવી રહ્યા છે. રાજ્યમાં હવે મરાઠા પર રાજનીતિ કરતાં ત્રણ પક્ષ એક્ટિવ થયા છે. શિંદે પણ મરાઠા કાર્ડ પર ચૂંટણી લડે છે. હવે મનસે અને શિવસેના (યુબીટી) પણ મરાઠા કાર્ડ પર જોર-શોરથી રાજનીતિ રમી રહી છે. બીજી તરફ મરાઠી ભાષા પર રાજ-ઉદ્ધવ ઠાકરેના સમર્થકોની અટકાયતનો સરકારના જ મંત્રીએ વિરોધ કર્યો છે. જેથી મહાયુતિનું ટેન્શન વધ્યું છે.

