ચોમાસાની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં શહેરીજનો ને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ થોડા દિવસ પહેલા સુરતના કલેક્ટર સૌરભ પારધીને પત્ર લખી ધ્યાન દોર્યું હતું. જે પત્રમાં લખ્યું હતું કે, જો સુરત શહેરમાં આ વખતે પૂર આવશે. તો તેનું મુખ્ય કારણ ખાડી પરના દબાણો અને ઝીંગા તળાવો છે. આ હકીકત પર વધુ પ્રકાશ પડતા ડુમસ અને કાંઠા વિસ્તારના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદારે કહ્યું કે, ખાડી અને દરિયામાં અતિક્રમણ કરીને બનાવવમાં આવેલા સેંકડો ઝીંગા તળાવો આ સમસ્યાનું મુખ્ય કારણ છે.

