
જ્યારે ફોનના ધીમા Performance કારણે સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે લોકો મોબાઇલને દોષ આપવાનું શરૂ કરે છે, પરંતુ શું ખરેખર તમારો ફોન જ દોષિત છે? ના, કેટલીક ખરાબ ટેવોને કારણે ફોનનું Performance ધીમું થઈ જાય છે પણ આ સમસ્યા ટાળી શકાય છે. શું તમે જાણો છો કે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા પછી તેને કેટલા સમય પછી રીસ્ટાર્ટ કરવો જોઈએ? ઘણા લોકોને હજુ પણ આ વિશે જાણકારી નથી હોતી.
જો ફોનનું પર્ફોર્મન્સ ઘટવા લાગે અથવા ફોન વધુ પડતો હેંગ થવા લાગે, તો તમારી જાતને આ પ્રશ્ન પૂછો. તમે છેલ્લે ક્યારે તમારો ફોન રીસ્ટાર્ટ કર્યો હતો? કેટલાક લોકો એવા હોય છે જે ક્યારેય પોતાનો ફોન રીસ્ટાર્ટ કરતા નથી, આ જ કારણ છે કે ફોનની સ્પીડ ધીમી થવા લાગે છે અને લોકો ફરિયાદ કરવા લાગે છે કે ફોનનું પરફોર્મન્સ ખરાબ થાય છે, પરંતુ અહીં વાંક ફોનનો નથી પણ આદતનો છે. જો તમે આજથી જ તમારા ફોનને રીસ્ટાર્ટ કરવાની આદત પાડશો, તો તમને તમારા ફોનમાં આવી સમસ્યાનો સામનો નહીં કરવો પડે. અહીં જાણો ફોન કેટલા દિવસ પછી રીસ્ટાર્ટ કરવો જરૂરી છે?
સ્માર્ટફોન ક્યારે રીસ્ટાર્ટ કરવો?
જો તમે પણ ઇચ્છો છો કે ફોનનું પર્ફોર્મન્સ સારું રહે અને ફોન ધીમો થવાને બદલે ઝડપથી કામ કરે, તો અઠવાડિયામાં ઓછામાં ઓછા એક કે બે વાર ફોન રીસ્ટાર્ટ કરવાની આદત પાડો. આમ કરવાથી ફોન રિફ્રેશ થાય છે, જેનાથી હેંગ થવાની સમસ્યા ઓછી થાય છે. માત્ર પરફોર્મન્સ અને હેંગ જ નહીં, પરંતુ એપ્સ ક્રેશ થવા અને બેટરી બેકઅપમાં ઘટાડો પણ સમસ્યા બની જાય છે. તમારો ફોન પણ એક મશીન છે જેને ઠંડુ થવા માટે ફરીથી શરૂ કરવાની જરૂર છે.