
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડાના કનાનાસ્કિસ પહોંચ્યા છે. આ પરિષદમાં, તેઓ ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની(Italian Prime Minister Giorgia Meloni) સહિત ઘણા દેશોના અગ્રણી નેતાઓને મળ્યા. મેલોનીએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથેની એક તસવીર પણ શેર કરી છે, જેના પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે.
મેલોનીએ સોશિયલ મીડિયા પર પીએમ મોદી સાથેની તેમની મુલાકાતની તસવીર શેર કરી અને લખ્યું, "ઇટાલી અને ભારત વચ્ચે મજબૂત મિત્રતા છે." આનો જવાબ આપતાં, પીએમ મોદીએ કહ્યું, "હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. ભારત અને ઇટાલી વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે અને તે આપણા લોકોના હિતમાં રહેશે."
https://twitter.com/narendramodi/status/1935097584823230921
પીએમ મોદીએ વિશ્વના ઘણા મોટા નેતાઓ સાથે વાતચીત કરી
પીએમ મોદીએ કોન્ફરન્સમાંથી સમય કાઢ્યો અને દક્ષિણ કોરિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના નેતાઓને પણ મળ્યા. તેઓ પહેલી વાર મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ પાર્ડોને(Mexican President Claudia Sheinbaum Pardo) પણ મળ્યા. બંને નેતાઓએ ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા.
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસને(Australian Prime Minister Anthony Albanese) પણ મળ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ મુલાકાત વિશે માહિતી શેર કરતા તેમણે લખ્યું, "G7 સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મારા મિત્ર પીએમ અલ્બેનીસને મળીને આનંદ થયો."
આ ઉપરાંત, મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા(South African President Cyril Ramaphosa) સાથે પણ વાત કરી અને X પર તેમનો એક ફોટો પણ શેર કર્યો. તેમણે લખ્યું કે તેમને રામાફોસા સાથે વાત કરીને આનંદ થયો. કોન્ફરન્સમાં હાજરી આપતા પહેલા, પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ વિશ્વના નેતાઓને મળશે અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે અને ખાસ કરીને ગ્લોબલ સાઉથ (દક્ષિણ દેશો) ની ચિંતાઓ અને જરૂરિયાતોને મુખ્યતાથી ઉઠાવશે.