ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બાકીની બે ટેસ્ટ માટે ટીમમાં ફેરફાર કર્યા છે. પહેલો ફેરફાર ટીમની ઓપનિંગ જોડીમાં થયો છે. બીજો ફેરફાર બોલિંગમાં જોવા મળ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી બે ટેસ્ટ મેલબર્ન અને સિડનીમાં રમાવાની છે. બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં યોજાશે. જ્યારે નવા વર્ષની ટેસ્ટ મેચ સિડનીમાં રમાશે. બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ જીતી હતી. બંને ટીમો વચ્ચે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ અનિર્ણિત રહી હતી.

