ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ વિશે ખરાબ સમાચાર આવ્યા છે. જસપ્રીત બુમરાહ હજુ સુધી પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, તેથી તે મુંબઈ ઈન્ડિયન્સ (MI) વતી IPL 2025 ની શરૂઆતની કેટલીક મેચો રમી નહીં શકે. આ મુંબઈ ઈન્ડિયન્સ અને તેના ચાહકો માટે મોટો ફટકો છે. બુમરાહને આ ઈજા 2024-25ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થઈ હતી. આ ઈજા તેને 5 મેચની સિરીઝની છેલ્લી મેચમાં થઈ હતી, ત્યારબાદ તે આખી મેચ દરમિયાન બોલિંગ કરી શક્યો ન હતો. આ ઈજાને કારણે બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થવું પડ્યું. હવે એવા સમાચાર છે કે તે IPL 2025ના શરૂઆતના મેચોમાંથી બહાર થયો હોવાના સમાચાર છે.

