
BCCI એ બુધવારે 2025 માટે ભારતીય ટીમનું હોમ શેડ્યૂલ જાહેર કર્યું હતું. ભારત ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હોમ સિઝનની શરૂઆત કરશે. જ્યાં બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પછી, સાઉથ આફ્રિકા નવેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમાશે.
ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 2 ઓક્ટોબરથી રમાશે. જ્યારે બીજી મેચ 10 ઓક્ટોબરથી શરૂ થશે. આ પછી, સાઉથ આફ્રિકા સાથે ટેસ્ટ સિરીઝ 14 નવેમ્બરથી શરૂ થશે. 30 નવેમ્બરથી વનડે સિરીઝ શરૂ થશે. જ્યારે ટી20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે. ભારતની હોમ સીઝન 19 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે પાંચમી ટી20 સાથે સમાપ્ત થશે.
ભારતીય ટીમનું 2025નું હોમ શેડ્યૂલ
વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ
- પહેલી ટેસ્ટ - 2થી 6 ઓક્ટોબર, અમદાવાદ, સવારે 9:30 વાગ્યાથી
- બીજી ટેસ્ટ - 10થી 14 ઓક્ટોબર, કોલકાતા, સવારે 9:30 વાગ્યાથી
https://twitter.com/BCCI/status/1907421705011892716
સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ
- પહેલી ટેસ્ટ - 14થી 18 નવેમ્બર, નવી દિલ્હી, સવારે 9:30 વાગ્યાથી
- બીજી ટેસ્ટ - 22થી 26 નવેમ્બર, ગુવાહાટી, સવારે 9:30 વાગ્યાથી
- પહેલી વનડે - 30 નવેમ્બર, રાંચી, બપોરે 1:30 વાગ્યાથી
- બીજી વનડે - 3 ડિસેમ્બર, રાયપુર, બપોરે 1:30 વાગ્યાથી
- ત્રીજી વનડે - 6 ડિસેમ્બર, વિઝાગ, બપોરે 1:30 વાગ્યાથી
- પહેલી ટી20 - 9 ડિસેમ્બર, કટક, સાંજે 7:00 વાગ્યાથી
- બીજી ટી20 - 11 ડિસેમ્બર, ન્યૂ ચંદીગઢ, સાંજે 7:00 વાગ્યાથી
- ત્રીજો ટી20 - 14 ડિસેમ્બર, ધર્મશાલા, સાંજે 7:00 વાગ્યાથી
- ચોથી ટી20 - 17 ડિસેમ્બર, લખનૌ, સાંજે 7:00 વાગ્યાથી
- પાચમી T20I - 19 ડિસેમ્બર, અમદાવાદ, સાંજે 7:00 વાગ્યાથી
ભારતીય ટીમ હોમ સિઝન પહેલા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે
ભારતીય ટીમ હોમ સિઝન શરૂ કરતા પહેલા ટેસ્ટ સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડ જશે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. જે 20 જૂનથી શરૂ થશે. ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈએ રમાશે.