'કાં તો શિવમ દુબેએ બોલ સાથે 25 માઈલ પ્રતિ કલાકની ઝડપ પકડી છે અથવા હર્ષિત રાણાએ ખરેખર તેની બેટિંગમાં સુધારો કર્યો છે.' પુણે T20માં ટીમ ઈન્ડિયા સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે આ વાત કહી હતી. શિવમ દુબેની જગ્યાએ હર્ષિત રાણાને કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે રમાડવામાં આવતા તે ગુસ્સે ભરાયો હતો. કોમેન્ટ્રી કરી રહેલા ઈંગ્લેન્ડના અનુભવી ખેલાડીઓએ પણ આ નિયમ પર પ્રશ્નો ઉભા કર્યા.

