વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી સંભવિત નિવૃત્તિ અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આ બાબતે કોઈ કમેન્ટ કરવાનો ઈનકાર કર્યો છે. દિલ્હી કેપિટલ્સ સામેની હાર બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ધોનીની નિવૃત્તિ વિશે પૂછવામાં આવતા ફ્લેમિંગે કહ્યું, "અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનું મારું કામ નથી. મારી પાસે કોઈ માહિતી નથી. મને હજુ પણ તેની સાથે કામ કરવાની મજા આવે છે. તે હજુ પણ મજબૂત છે. હું આજકાલ પૂછતો પણ નથી. તમે જ પૂછો છો."

