ઈન્ડિયન પ્રિમીયર લીગ મેગા ઓક્શનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલ-2025 સિઝનમાં સામેલ થનારા ખેલાડીઓની હરાજી આજથી સાઉદી અરેબિયામાં શરૂ થઈ ગઈ છે અને આ હરાજી પ્રક્રિયા આવતીકાલ 25 નવેમ્બર સુધી યોજાશે. મેગા ઓક્શમાં રિષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, ટ્રેન્ટ બોલ્ટ, જોફ્રા આર્ચર સહિતના ખેલાડીઓ પર ટીમોએ પાણીની જેમ પૈસાનો વરસાદ કર્યો હતો.

