રમતગમત મંત્રાલયે ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે અને અમ્માનમાં એશિયન ચેમ્પિયનશિપ માટે પસંદગી ટ્રાયલ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજવાનો માર્ગ મોકળો થયો છે. મંત્રાલયે 24 ડિસેમ્બર, 2023ના રોજ ઓપરેશનલ પ્રવૃત્તિઓમાં ખામીઓને કારણે WFI ને સસ્પેન્ડ કરી દીધું હતું. નવા સંગઠનની રચના ત્રણ દિવસ પહેલા 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. WFI પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સહાયક સંજય સિંહને ફરી એકવાર દબદબો જોવા મળશે.

