Home / Sports / Hindi : Even after winning against MI RCB captain Rajat Patidar suffered a loss

MI સામે જીત્યા બાદ પણ RCBના કેપ્ટન રજત પાટીદારને થયું નુકસાન, BCCIએ ફટકાર્યો દંડ

MI સામે જીત્યા બાદ પણ RCBના કેપ્ટન રજત પાટીદારને થયું નુકસાન, BCCIએ ફટકાર્યો દંડ

IPL 2025માં ગઈકાલે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું હતું. 64 રનની વિસ્ફોટક ઈનિંગ રમનાર કેપ્ટન રજત પાટીદારને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેની સાથે વિરાટ કોહલીએ પણ 67 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ જીત પછી પણ કેપ્ટન પાટીદારને મોટું નુકસાન થયું છે. BCCIએ તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન RCBના કેપ્ટન રજત પાટીદારને તેની ટીમ દ્વારા સ્લો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. IPL આચારસંહિતાના કલમ 2.2 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત છે, આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો, પાટીદારને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રજત પાટીદારે મેચ વિનિંગ ઈનિંગ રમી

ફિલ સોલ્ટના રૂપમાં પહેલી વિકેટ પડ્યા બાદ, વિરાટ કોહલીએ દેવદત્ત પડિક્કલ સાથે 91 રનની પાર્ટનરશિપ કરી, ત્યારબાદ રજત પાટીદાર સાથે 48 રન ઉમેર્યા. કોહલી 42 બોલમાં 67 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે 32 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. આ ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. RCBએ મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટાર્ગેટ ચેઝ કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી નહતી રહી, પરંતુ તિલક વર્મા અને હાર્દિક પંડ્યાની તોફાની ઈનિંગ્સે ટીમને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી હતી. મુંબઈને જીતવા માટે 12 બોલમાં 28 રનની જરૂર હતી, જોશ હેઝલવુડે 19મી ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યાની વિકેટ લઈને પોતાની ટીમ માટે મેચ મજબૂત બનાવી. ત્યારબાદ, છેલ્લી ઓવરમાં, કૃણાલ પંડ્યાએ 19 રન ડીફેન્ડ કર્યા અને 3 વિકેટ લીધી.

Related News

Icon