Home / Sports / Hindi : Know which artists will perform in IPL opening ceremony

કરણ ઔજલાથી લઈને દિશા પટણી સુધી, જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કયા કલાકારો કરશે પરફોર્મ

કરણ ઔજલાથી લઈને દિશા પટણી સુધી, જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કયા કલાકારો કરશે પરફોર્મ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી એડિશન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા, આ મેદાન પર એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ પરફોર્મ કરશે. જેમાંમાં સિંગર કરણ ઔજલા અને એક્ટ્રેસ દિશા પટણીના નામ પણ સામેલ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

KKR vs RCB મેચ માટે ટિકિટ ખરીદનારા ફેન્સ વિરાટ કોહલીને બેટિંગ કરતો જોતા પહેલા બોલિવૂડ સ્ટાર્સના પરફોર્મન્સનો આનંદ માણી શકશે. IPL 2025ની ઓપનિંગ સેરેમની મેચ શરૂ થવાના 1 કલાક પહેલા શરૂ થશે. બોલિવૂડ જગતના ઘણા પ્રખ્યાત કલાકારો તેમાં પરફોર્મ કરશે.

IPL ઓપનિંગ સેરેમનીમાં કરણ ઔજલા અને દિશા પટણી પરફોર્મ કરશે

અહેવાલ છે કે પંજાબી સિંગર કરણ ઔજલા IPL ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સાથે પરફોર્મ કરશે. તમને જણાવી દઈએ કે બંને હાલમાં એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત, પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલનું નામ પણ સામે આવી રહ્યું છે, જે IPL ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. જોકે, IPL દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી.

IPL 2025ની ઓપનિંગ સેરેમનીની ટિકિટ

IPL 2025ની ઓપનિંગ સેરેમની કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં KKR અને RCB વચ્ચેની મેચ પહેલા યોજાશે. આ મેચની ટિકિટ જ ઓપનિંગ સેરેમનીની ટિકિટ હશે. આ મેચની ટિકિટ ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ છે. ફેન્સ BookMyShow પર ટિકિટ બુક કરાવી શકે છે.

બધી ટીમના કેપ્ટનના નામ

  • દિલ્હી કેપિટલ્સ - અક્ષર પટેલ
  • સનરાઈઝર્સ હૈદરાબાદ - પેટ કમિન્સ
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ - રજત પાટીદાર
  • રાજસ્થાન રોયલ્સ - સંજુ સેમસન
  • પંજાબ કિંગ્સ - શ્રેયસ અય્યર
  • લખનૌ સુપર જાયન્ટ્સ - રિષભ પંત
  • મુંબઈ ઈન્ડિયન્સ - હાર્દિક પંડ્યા
  • કોલકાતા નાઈટ રાઈડર્સ - અજિંક્ય રહાણે
  • ગુજરાત ટાઈટન્સ - શુભમન ગિલ
  • ચેન્નાઈ સુપર કિંગ્સ - ઋતુરાજ ગાયકવાડ
Related News

Icon