
IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝન છે. આઈપીએલની મેચ થકી જ ઘણાં ખેલાડીઓનું કરિયર ખુલ્યું છે. ત્યારે IPLમાં અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા મારનારા ટોપ-5 ખેલાડીઓ કોણ છે?
ક્રિસ ગેઈલ
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન ક્રિસ ગેઈલ IPL ઇતિહાસના 'સિક્સર કિંગ' છે. તેણે IPLમાં સૌથી વધુ 357 છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કુલ ૧૪૨ આઈપીએલ મેચ રમી હતી. તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમ્યો હતો.
રોહિત શર્મા
આઈપીએલમાં સિક્સ ફટકારવા મામલે ભારતીય વન ડે ટીમનો કેપ્ટન રોહિત શર્મા આ યાદીમાં બીજા નંબરે ,રોહિત 'હિટમેન' તરીકે પ્રખ્યાત છે. તેણે IPLમાં 257 મેચોમાં 280 છગ્ગા ફટકાર્યા છે. તે મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ભાગ રહ્યો છે.
વિરાટ કોહલી
ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 252 IPL મેચોમાં 272 છગ્ગા ફટકાર્યા છે. કોહલી 2008માં IPLની શરૂઆતથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમી રહ્યો છે.
એમએસ ધોની
અનુભવી વિકેટકીપર-બેટ્સમેન એમએસ ધોની આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે 264 IPL મેચોમાં 252 છગ્ગા ફટકાર્યા છે. ધોની ઘણા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમી રહ્યો છે. સીએસકે પર પ્રતિબંધ હોવાને કારણે તે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ સાથે ફક્ત બે સીઝન રહ્યો હતો.
એબી ડી વિલિયર્સ
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સ આ યાદીમાં પાંચમા ક્રમે છે. ડિવિલિયર્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 251 છગ્ગા ફટકાર્યા છે. તેમણે IPLમાં 184 મેચ રમી હતી. તે આરસીબી ઉપરાંત દિલ્હી ફ્રેન્ચાઇઝનો પણ ભાગ હતો.