Home / Sports : KKR vs SRH eden gardens pitch report

KKR vs SRH / શું હૈદરાબાદ લઈ શકશે 2024ની ફાઈનલનો બદલો? જાણો કેવી હશે ઈડન ગાર્ડન્સની પિચ

KKR vs SRH / શું હૈદરાબાદ લઈ શકશે 2024ની ફાઈનલનો બદલો? જાણો કેવી હશે ઈડન ગાર્ડન્સની પિચ

IPL 2025ની 15મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. બંને ટીમો છેલ્લે IPL 2024ની ફાઈનલમાં ટકરાઈ હતી, જેમાં KKR એ SRHને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આજે પેટ કમિન્સ અને તેની ટીમ તે હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. ઈડન ગાર્ડન્સ ખાતે રમાનારી આ મેચ KKR માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે આ સ્ટેડિયમમાં સિઝનની પહેલી મેચ હારી ગયું હતું. ચાલો જાણીએ કે આજની મેચની પિચ કરવી હશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બંને ટીમો હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં સારી સ્થિતિમાં નથી. અજિંક્ય રહાણેની કેપ્ટનસી હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ ઈડન ગાર્ડન્સ ખાતેની પહેલી મેચ હારી હરી. ત્યારબાદ, તેણે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું, પરંતુ ત્રીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ખરાબ રીતે હારી હતી. હાલમાં ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 10મા સ્થાને છે. હૈદરાબાદે પહેલી મેચમાં શાનદાર જીત નોંધાવી હતી પરંતુ ત્યારબાદ બંને મેચ હારી ગઈ હતી. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 8મા સ્થાને છે.

ઈડન ગાર્ડન્સ IPL રેકોર્ડ્સ

અત્યાર સુધીમાં ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં IPLની 94 મેચ રમાઈ છે. આમાંથી, પહેલા બેટિંગ કરનારી ટીમ 38 વખત અને પહેલા બોલિંગ કરનારી ટીમ 56 વખત જીતી છે. 50 વખત જે ટીમના કેપ્ટને ટોસ જીત્યો છે તે ટીમ જીતી છે અને 44 વખત જે ટીમના કેપ્ટને ટોસ હાર્યો છે તે ટીમ જીતી છે.

IPLમાં કોલકાતાના આ મેદાન પર સૌથી વધુ વ્યક્તિગત સ્કોર રજત પાટીદારનો છે, જેણે 2022માં RCB તરફથી રમતી વખતે લખનૌ સામે 112 રન બનાવ્યા હતા. અહીં બેસ્ટ બોલિંગ સ્પેલ સુનીલ નારાયણનો છે, જેણે 2012માં પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ ઈલેવન પંજાબ) સામે 5 વિકેટ લીધી હતી.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સૌથી વધુ સ્કોર 262 રન છે, જે પંજાબ કિંગ્સે 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બનાવ્યો હતો. સૌથી ઓછો સ્કોર 49 રન છે, જે RCBએ KKR સામે બનાવ્યો હતો.

ઈડન ગાર્ડન્સની પિચ કેવી હશે?

ઈડન ગાર્ડન્સમાં સારો ઉછાળો રહેશે, જોકે આ પિચ બોલર કરતાં બેટ્સમેનને વધુ મદદ કરશે. સ્પિનર્સને થોડી મદદ મળશે પરંતુ અહીં આઉટફિલ્ડ ઝડપી છે, તેથી બેટ્સમેન ગ્રાઉન્ડેડ શોટ રમીને ઝડપથી રન બનાવી શકે છે. પહેલા બેટિંગ કરતી ટીમે 220 અથવા 230 રન બનાવવાનો પ્રયાસ કરવો પડશે. જો સ્કોર 200થી ઓછો હોય તો બીજી ઇનિંગમાં બેટિંગ કરતી ટીમ સરળતાથી ચેઝ કરી શકે છે.

પહેલા બેટિંગ કરવી કે બોલિંગ કરવી? 

ઈડન ગાર્ડન્સમાં ટાર્ગેટ ચેઝ કરવો સરળ રહેશે. ડ્યુ અહીં મોટી ભૂમિકા ભજવે છે, તેથી બોલરોને બીજી ઈનિંગમાં વધુ પડકારોનો સામનો કરવો પડશે. ટોસ જીતનાર કેપ્ટને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

Related News

Icon