ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આ મહિને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાશે. ચાહકોમાં આ મેચનો ક્રેઝ ચરમસીમાએ છે. બંને ટીમો 23 ફેબ્રુઆરીએ દુબઈમાં આ હાઈ વોલ્ટેજ મેચમાં એકબીજાનો સામનો કરશે. આ બ્લોકબસ્ટર મેચની ટિકિટો એક કલાકમાં જ વેચાઈ ગઈ. ઓનલાઈન ટિકિટ વેચાણ માટે લગભગ 1 લાખ 40 હજાર લોકો કતારમાં હતા. પરંતુ તેમાંથી ફક્ત થોડા જ લોકો નસીબદાર હતા કે તેને આ રોમાંચક મેચની ટિકિટ મળી. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડેલ હેઠળ કરવામાં આવી રહ્યું છે. જેનું યજમાન પાકિસ્તાન છે. આ ટુર્નામેન્ટ19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલુ રહેશે.

