Home / Sports / Hindi : Jasprit Bumrah joins Mumbai Indians team for IPL 2025

IPL 2025 / મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે ગૂડ ન્યુઝ, RCB સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાયો જસપ્રીત બુમરાહ

IPL 2025 / મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે ગૂડ ન્યુઝ, RCB સામેની મેચ પહેલા ટીમ સાથે જોડાયો જસપ્રીત બુમરાહ

7 એપ્રિલે, મુંબઈ ઈન્ડિયન્સ તેના હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરશે. પરંતુ તે પહેલા સારી વાત એ છે કે જસપ્રીત બુમરાહ ટીમમાં જોડાઈ ગયો છે. જોકે, બુમરાહ RCB સામે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બુમરાહ IPL 2025માં પોતાની પહેલી મેચ ક્યારે રમશે?

પીઠની સર્જરી પછી, બુમરાહ BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રિહેબ હેઠળ હતો, જ્યાંથી થોડા દિવસો પહેલા આવેલા અહેવાલમાં જણાવાયું હતું કે તેની વાપસી અંગે હજુ પણ સસ્પેન્સ છે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ ગયો છે. જ્યાં સુધી બુમરાહના મેચ રમવાની વાત છે, હાલમાં તેના વિશે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ, એવું માનવામાં આવે છે કે તે 13 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ રમી શકે છે.

બુમરાહ 2013થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે

જસપ્રીત બુમરાહ 2013થી મુંબઈના પેસ એટેકની તાકાત રહ્યો છે. ત્યારથી, તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 133 મેચ રમી છે, જેમાં તેણે 165 વિકેટ લીધી છે. પીઠની ઈજાને કારણે બુમરાહ IPL 2023માં નહતો રમી શક્યો.

સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો

બુમરાહને આ વર્ષે 4 જાન્યુઆરીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સિડની ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. તે ઈજાને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો હતો, જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો હતો. બુમરાહ આ જ ઈજાને કારણે IPLની શરૂઆતની મેચોમાંથી પણ બહાર રહ્યો હતો.

જસપ્રીત બુમરાહને IPL 2025 માટે મુંબઈ ઈન્ડિયન્સે 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025માં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી તેણે 1 મેચ જીતી છે. અને તે પોઈન્ટ્સ ટેબલમાં 7મા સ્થાને છે.

Related News

Icon