ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝની ત્રીજી મેચમાં એક ભયાનક ઘટના બની. બે ઓવલ ખાતે રમાયેલી આ મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ હક ગંભીર રીતે ઘાયલ થયો હતો. રન લેવા માટે દોડતી વખતે, ન્યુઝીલેન્ડના ખેલાડીએ એવો થ્રો કર્યો કે બોલ સીધો તેના હેલ્મેટની અંદર ગયો અને ચહેરા પર વાગ્યો. જેના કારણે તેના ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ હતી. બોલ વાગતાની સાથે જ તે તરત જ જમીન પર પડી ગયો. તેને એટલો દુખાવો થતો હતો કે તેને એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવો પડ્યો.

