પેરિસ પેરાલિમ્પિકમાં ગઈકાલે (6 સપ્ટેમ્બર) હાઈ જમ્પમાં એથ્લેટ પ્રવીણ કુમારે પોતાના રેકોર્ડ પ્રદર્શનને કારણે શુક્રવારે ટોક્યોના સિલ્વર મેડલને ગોલ્ડ મેડલમાં બદલ્યો હતો. આ મેડલને કારણે ભારત પેરાલિમ્પિક ગેમ્સની મેડલ ટેલીમાં કેનેડા અને કોરિયા જેવા દેશોને પછાડવામાં સફળ રહ્યું હતું. દેશના પેરા એથ્લેટ્સે પેરિસમાં તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષાઓ પર ખરા ઉતરીને આગળ વધવાનું ચાલુ રાખ્યું, પ્રવીણ કુમારે મેન્સ હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં એશિયન રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે આજે એટલે કે શનિવાર, 7 સપ્ટેમ્બરે પેરિસ પેરાલિમ્પિક્સના 10મા દિવસે ભારતનું શેડ્યૂલ નીચે મુજબ છે.

