ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. તો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેની ઈન્ડિયા-બી ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી. બીજી તરફ સિરાજ અને ઉમરાન બીમારીના કારણે પહેલા રાઉન્ડમાંથી બહાર નીકળી ગયા છે. સિરાજ ઈન્ડિયા-બી ટીમનો ભાગ હતો. સિરાજની જગ્યાએ દિલ્હીના નવદીપ સૈનીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ઈન્ડિયા-સીમાં ઉમરાન મલિકની જગ્યાએ ગૌરવ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજાની જગ્યાએ હજુ કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી.

