ભારતીય કેપ્ટન રોહિત શર્માની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. રોહિતની પત્ની રિતિકા સજદેહે શુક્રવારે (15 નવેમ્બર) રાત્રે સ્થાનિક હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. રોહિત ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો ન હતો. આ કપલને એક પુત્રી પણ છે જેનું નામ સમાયરા છે, તેનો જન્મ 2018માં થયો હતો. હવે રોહિત શર્માએ પુત્રના જન્મની સત્તાવાર જાહેરાત કરી છે. રોહિતે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે.

