દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. ભારત અને આફ્રિકા વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે રેકોર્ડ બેવડી સદીની ભાગીદારી નોંધાઈ હતી. સ્મૃતિ મંધાનાએ પણ 149 રનની સદીની ઇનિંગ રમી હતી. તો શેફાલીએ 197 બોલમાં 205 રનની ઇનિંગ રમી હતી. આ સાથે ઓપનર શેફાલી વર્માએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી.

