T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને મોટી જીત હાંસલ કરી છે. આ પ્રસંગે ક્રિકેટ ફેન્સ જોરદાર સેલિબ્રેશન કરી રહ્યા છે. સ્ટેડિયમમાં મેચ જોવી એ અલગ વાત છે પરંતુ ટીવી અને લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહેલા લોકો મોટી સંખ્યામાં નોંધાયા છે. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચનું ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું હતું, જ્યાં 5.3 કરોડ લોકો એક સાથે મેચ જોઈ રહ્યા હતા. એક અહેવાલ મુજબ, ડિઝની + હોટસ્ટાર ઇન્ડિયાના વડા સજીથ શિવાનંદન કહે છે કે, ટીમ ઇન્ડિયાએ તેના શાનદાર રમત અને સમર્પણથી કરોડો લોકોને ખુશી અને ગર્વ આપ્યો છે. શિવાનંદનના મતે, સમગ્ર ટૂર્નામેન્ટમાં ડિઝની પ્લસ હોટસ્ટારની ફાઇનલ મેચ જોનારા યુઝર્સની સંખ્યા સૌથી વધુ છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ ફેન્સના જુસ્સાને કારણે જ અમે લાઈવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં સફળ રહ્યા છીએ. આ જીત 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ ચેમ્પિયનની વાપસી અને 2013 પછી પહેલી ICC ટ્રોફી દર્શાવે છે.

