Home / Sports / Hindi : Sunrisers Hyderabad completed a very bad century

IPL 2025 / સનરાઈઝર્સ હૈદરાબાદે પૂર્ણ કરી ખૂબ જ ખરાબ 'સદી', મુંબઈ સામે હારતા જ બન્યો આ રેકોર્ડ

IPL 2025 / સનરાઈઝર્સ હૈદરાબાદે પૂર્ણ કરી ખૂબ જ ખરાબ 'સદી', મુંબઈ સામે હારતા જ બન્યો આ રેકોર્ડ

IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) ટીમની મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 7 વિકેટે હાર થઈ હતી. આ મેચમાં SRHના બેટ્સમેન અને બોલરો સારું પ્રદર્શન નહતા કરી શક્યા. હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરીને 143 રન બનાવ્યા હતા. આ પછી, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની મજબૂત ઈનિંગ્સને કારણે મુંબઈએ સરળતાથી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હૈદરાબાદની ટીમ IPLમાં તેની 100મી મેચ હારી

MI સામેની મેચ હાર્યા બાદ, SRHની ટીમે IPLમાં મેચ હારવાની સદી પૂર્ણ કરી છે. આ SRHનો IPLમાં 100મો પરાજય હતો, જેમાં સુપર ઓવરમાં ત્રણ હારનો સમાવેશ થાય છે. SRH IPLમાં 100 કે તેથી વધુ મેચ હારનારી 8મી ટીમ બની ગઈ છે.

હૈદરાબાદનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો

MI સામેની મેચમાં SRHના બેટ્સમેનનું પ્રદર્શન સારું નહતું રહ્યું. ટીમ તરફથી ટ્રેવિસ હેડ (0 રન) અને અભિષેક શર્મા (8 રન) ખૂબ જ જલ્દી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ, ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો ઈશાન કિશન (1 રન) પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. નીતિશ કુમાર રેડ્ડીએ 2 રન બનાવ્યા હતું. હેનરિક ક્લાસેનની અડધી સદીના કારણે ટીમ 100 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. તેણે 71 રન બનાવ્યા હતા. અભિનવ મનોહરે 43 રન બનાવ્યા હતા. MI તરફથી ટ્રેન્ટ બોલ્ટે શાનદાર બોલિંગ કરી હરી. તેણે ચાર ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ લીધી હતી.

MI તરફથી રોહિત શર્માએ 46 બોલમાં 70 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય વિલ જેક્સે 22 રન અને સૂર્યકુમાર યાદવે 40 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ MIની ટીમ જીત નોંધાવવામાં સફળ રહી હતી. SRHના બોલર પણ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા હતા.

Related News

Icon